Wednesday, October 6, 2010

"The evil you do, remains with you: The Good you do, comes back to you!"

A woman baked bread for members of her family and an extra one for a hungry passerby. She kept the extra bread on the Window-sill, for whosoever would take it away. Everyday, a hunch-back came and took away the bread. Instead of expressing gratitude, he muttered the following words as he went his way:
 "The evil you do remains with you: The good you do, comes back to you!" This went on, day after day. Everyday, the hunch-back came, picked up the bread and uttered the words: "The evil you do, remains with you: The good you do, comes back to you!" The woman felt irritated. "Not a word of gratitude," she said to herself... "Everyday this hunch-back utters this jingle! What does he mean? "

One day, out of desperation, she decided to do away with him.” I shall get rid of this hunch-back," she said. And what did she do? She added poison to the bread she prepared for him! As she was about to keep it on the window sill, her hands trembled. "What is this I am doing?" she said. Immediately she threw the bread into the fire, prepared another one and kept it on the window- sill. As usual, the hunch-back came, picked up the bread and muttered the words: "The evil you do, remains with you: The good you do, comes back to you!" The hunch-back proceeded on his way, blissfully unaware of the war raging in the mind of the woman. 

Everyday, as the woman placed the bread on the window-sill, she offered a prayer for her son who had gone to a distant place to seek his fortune. For many months, she had no news of him. .. She prayed for his safe return. That evening, there was a knock on the door. As she opened it, she was surprised to find her son standing in the doorway.... He had grown thin and lean. His garments were tattered and torn. He was hungry, starved and weak. As he saw his mother, he said, "Mom, it's a miracle I'm here. While I was but a mile away, I was so hungry that I collapsed. I would have died, but just then an old hunch-back passed by. I begged of him for a small part of his food, and he was kind enough to give me whole bread.
 "As he gave it to me, he said, "This is what I eat everyday: today, I shall give it to you, for your need is greater than mine!" "As the mother heard those words, her face turned pale and red. She leaned against the door for support. 

She remembered the poisoned bread that she had made that morning. Had she not burnt it in the fire, it would have been eaten by her own son, and he would have lost his life! It was then that she realized the significance of the words: "The evil you do remains with you: The good you do, comes back to you!

"Do Good; don’t ever stop doing Good, even if it's not appreciated at that time.

Sunday, October 3, 2010

મારા જીવનની આ સૌથી સુખદ પળ...

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી. છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા! કાલે રાતે સુતો હતોત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘
     હું ઘડીયાળ તરફ નજર કરું છું. અરે! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છેઅરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છેમારો બોસ મારી ઉપર ખીજાશે. અરે! બધાં ક્યાં જતા રહ્યાંમારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’
અરે.! આટલા બધા લોકોચોક્કસ  કાંઈક ગરબડ લાગે છે. અરે.! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.
અરે..! આ શુંમારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં  છુંએ શરીરમાં નથી.
ક્યાં કોઈ મને સાંભળે જ છે?   અલ્યાઓ! હું મુઓ નથીજુઓ આ રહ્યો.’ મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું. બધા નીશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો. 
મેં મારી જાતને પુછ્યું, ‘ શું હું ખરેખર મરી ગયો છુંઅરે ! મારી પત્નીમારું બાળકમારાં મા બાપમારા મીત્રો – બધાં ક્યાં છે?’ હું બાજુના ઓરડામાં ગયોબધા ત્યા રડી રહ્યાં હતાંએકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છેતેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતીએટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું. અરે ! મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છુંએમ કહ્યા વીના હું શી રીતે વીદાય લઈ શકુંઅરે! મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છેતેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું એક વાર તો એને હું કહી દઉં કે,  હું તેને અત્યંત ચાહું છું. અરે! માબાપને એક વાર તો કહી દઉંકે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો. મારા મીત્રો વીના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોતએમ એમને કહ્યા વીનાહું કઈ રીતે વીદાય લઉંએ લોકોને મારી ખરેખર જરુર હતીત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી;  એની દીલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકુંજોને પેલા ખુણામાં કોઈક છાનાં આંસુ સારી રહ્યો છે. અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાકકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યાઅને અમારા અહમના કારણે કદી ભેળા જ ન થયા.’ હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દીલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. મારા દોસ્ત!  મને માફ કરી દે.’ :એમ કહેવું હતું. અરેરે! એને મારો હાથ દેખાતો નથીએ કેવો નીષ્ઠુર છેહું આટલી સરળતાથી  મારું હૈયું ઠાલવી રહ્યો છુંતો પણ એ હજી કેટલો અભીમાની છેખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ. પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોયભુલ્યો ! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને?ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું. ‘ હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું. અરે! મારા ભલા ભગવાન! મને બસ થોડાક દીવસ જીવતો કરી નાંખ. હું મારી પત્નીમારાં માબાપ. મારા મીત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કેકે એ બધાં મને કેટલાં વહાલાં છે? ‘ એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?’ હું બરાડી ઉઠું છું ,’અલી એ! તું ખરેખર સુંદર છે.” પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે?
મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા? ‘ હું મોટી ચીસ પાડી દઉં છું,” અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!‘ હું રડી પડું છું. મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા!  હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મીત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા  મીત્રોને  મેં જે કાંઈ નથી આપ્યુંએ માટે એમની દીલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’ અને મેં ઉંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મુકી. અરે! પ્રભુમને છેલ્લી એક તક આપી દે,મારા વહાલા!
…………….. 
અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું ,” તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યા છોતમને કંઈ થાય છેતમને ખરાબ સપનું આવ્યું લાગે છે.” અરે ! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.'
મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.    કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો...!?

Tuesday, July 13, 2010

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના અસ્તિત્વને આપણે ક્યારેય

સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ ેના વિષે વધુ લખવામાં નથીઆવતું કે

નથી બોલવા માં આવતું.

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે ોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજવધારે કહે છે,

દેવ-દેવીઓએ પણ માતાના ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ પણ માતાના ખુ વખાણ કર્યાંછે. સારી

વસ્તુ ને માતાની ઉપમા આપવામાં આવે છે.

પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના કલમની ભાષામાં મૂકી છેપણ તે ગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજપણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા

પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.

કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.

જીજાબાઇ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ સમયે શાહજી રાજાએ કરેલીમહેનત

ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકનેસુરક્ષિત પણે

લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ કૌશલ્યાના પુત્ર વશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તોસમજાય કે

આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે . તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર ેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલા થઇગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.

પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટરએકાદ મહિનો આરામ કરવાનું કહ દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અનેદીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.

પહોચ હોય કે નહોય પણ દીકરાને ન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવે અપાવે છે. ખેંચ ભોગવીનેપણ ાળક

ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખેપરમીટરૂમ માં

પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.

પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,

વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને

આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.

દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ ઓં માં આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો

ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો બાપ રે આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો

માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.

પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.

યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.

દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ?

બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.

કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?

આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ,નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ

Saturday, July 21, 2007

Truth about Failure

Truth about Failure -

*
Failure doesn't mean you are a failure...
--- it does mean you haven't succeeded yet.

*
Failure doesn't mean you have accomplished nothing...
--- it does mean you have learned something.

*

Failure doesn't mean you have been a fool...
--- it does mean you had a lot of faith.

*
Failure doesn't mean you have been disgraced...
--- it does mean you were willing to try.

*
Failure doesn't mean you don't have it...
--- it does mean you have to do something in a different way.

*
Failure doesn't mean you are inferior...
--- it does mean you are not perfect.

*
Failure doesn't mean you've wasted your life...
--- it does mean you've got a reason to start afresh.

*
Failure doesn't mean you should give up...
--- it does mean you should try harder.

*
Failure doesn't mean you'll never make it...
--- it does mean it will take a little longer.